સંદર્ભ દર્શિત પત્રમાં જણાવ્યા અનુસાર જિલ્લાની સરકારી શાળાઓમાં ધો . ૯ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખવા માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા ધો . ૯ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી ટેલેન્ટ સર્ચ એકઝામમાં ભાગ લેતા વિદ્યાર્થીઓની ફી પેટે PAB ૨૦૨૨–૨૩ ટેલેન્ટ સર્ચ એટ સ્કુલ લેવલ અંતર્ગત બાળકો માટે વિદ્યાર્થી દીઠ રૂા . ૧૦૦ મંજૂર થયેલ છે . સરકારી માધ્યમિક ( ડીપાર્ટમેન્ટ ઓફ એજયુકેશન , લોકલ બોડી , આર.એમ.એસ.એ. , સમાજ કલ્યાણ અને ટ્રાયબલ સંચાલિત ) સબંધિત શાળાઓ ના એસ.એમ.ડી.સી. ના એકાઉન્ટમાં આ ગ્રાન્ટ ફાળવવામાં આવશે . આ ગ્રાન્ટ માંથી માધ્યમિક શાળાઓનાં ધો ૯ ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી ટેલેન્ટ સર્ચ એકઝામમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓની ફી ભરવાની રહેશે તથા બચત રકમ નિયમ અનુસાર પરત જમા કરાવવાની રહેશે . ગ્રાન્ટ ફાળવણીના આદેશ અનુસાર સરકારશ્રીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર ખર્ચ કરવાનો રહેશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે આપની કક્ષાએથી પ્રયત્ન કરવા જણાવવામાં આવે છે.
0 Comments