NMMS પરીક્ષા ફોર્મ 2022-2023/ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના NMMS Exam form 2022 full Detail

NMMS પરીક્ષા ફોર્મ 2022-2023/ ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના NMMS Exam form 2022 full Detail

NMMS પરીક્ષા ફોર્મ 2022-2023 : NMMS Exam form 2022-2023 : રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ધટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની NMMS શિષ્યવૃતિ યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામા આવે છે. NMMS શિષ્યવૃતિ પરીક્ષા ધોરણ ૮ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે.

આ પોસ્ટમા આપણે NMMS પરીક્ષા ફોર્મ, NMMS પરીક્ષા સીલેબસ,NMMS પરીક્ષા મોડેલ પેપરો,NMMS પરીક્ષા જુના પેપરો,NMMS પરીક્ષા રીઝલ્ટ,NMMS પરીક્ષા કટ ઓફ માર્ક્સ,NMMS પરીક્ષા ફોર્મ ડોકયુમેન્ટ લીસ્ટ,NMMS પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ વગેરે જેવી બાબતોની માહિતી મેળવીશુ.
NMMS પરીક્ષા ફોર્મ માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર ભરવાના હોય છે,

NMMS પરીક્ષા ફોર્મ 2022-2023 ડીટેઇલ માહિતી

યોજનાનુ નામNMMS શિષ્યવૃતિ યોજના
વિભાગશિક્ષણ મંત્રાલય ભારત સરકાર
પરીક્ષા અમલીકરણરાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર
લાભાર્થીધોરણ ૮ ના વિદ્યાર્થીઓ
મળતી શિષ્યવૃતિદર મહિને રૂ.૧૦૦૦ (૪ વર્ષ સુધી)
પરીક્ષા પધ્ધતિલેખીત પરીક્ષા
NMMS પરીક્ષા ફોર્મ
ઓફીસીયલ વેબસાઇટ
www.sebexam.org
પરીક્ષા માધ્ય્મગુજરાતી અને અંગ્રેજી



NMMS પરીક્ષા કાર્યક્રમ 2022-2023

NMMS પરીક્ષા નોટીફીકેશન તારીખ7/10/2022
NMMS પરીક્ષા ફોર્મ ઓનલાઇન
ભરવાની તારીખ
11/10/2022 થી 5/11/2022
NMMS પરીક્ષા ભરવાની તારીખ11/10/2022 થી 10/11/2022
શાળાએ NMMS પરીક્ષા ફોર્મ TPEO ક
ચેરીમા જમા કરાવવાની તારીખ
14/11/2022
TPEO કચેરી દ્વારા NMMS પરીક્ષા ફોર્મ
ઓનલાઇન અપ્રુવ કરવાની તારીખ
19/11/2022
NMMS પરીક્ષા તારીખસંભવિત ડીસેમ્બર ૨૦૨૨/
જાન્યુઆરી ૨૦૨૩

NMMS પરીક્ષા મા મળતી શિષ્યવૃતિની રકમ

NMMS પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત ક્વોટામાં મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂ ૧000/- લેખે વાર્ષિક રૂ ૧૨000/- મુજબ ચાર વર્ષ સુધી નિયત પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે. આમ કુલ NMMS શિષ્યવૃતિની રકમ રૂ.૪૮૦૦૦ મળવાપાત્ર થાય.

NMMS પરીક્ષા ફોર્મ ૨૦૨૨-૨૦૨૩ નિયમો

NMMS પરીક્ષા ફોર્મ ભરવા વિદ્યાર્થીની લાયકાત

  • જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં(જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.
  • જનરલ કેટેગરી તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-૭ માં ઓછામાં ઓછા ૫૫% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વિદ્યાર્થીએધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ. •
  • ખાનગી શાળાઓ (પ્રાઇવેટ શાળા/સેલ્ફ ફાઇનાન્સ શાળા), કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા, જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર/રાજય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે નહિ.


NMMS પરીક્ષા આવક મર્યાદા

એન એમ એમ.એસ.ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક રૂ. ૩,૫૦,૦૦૦થી વધારે ના હોવી જોઇએ. વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલોજોડવાનો રહેશે)

NMMS પરીક્ષા ફી

  • જનરલ કેટેગરી, EWS તથા ઓ.બી.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ ૭૦ /- રહેશે. ,
  • પી.એચ ,એસ, સી. તથા એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.૫0/- રહેશે.
  • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
  • કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

NMMS પરીક્ષા પધ્ધતિ

NMMS પરીક્ષા પેપર સ્ટાઇલ

કસોટીનો પ્રકારપ્રશ્નોગુણસમય
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મીનીટ
SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી૯૦૯૦૯૦ મીનીટ


NMMS પરીક્ષા સીલેબસ

  • MAT બૌધ્ધિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે. આ પ્રશ્નોમાં સાદ્રશ્ય (Analogy), વર્ગીકરણ (Classification), સંખ્યાત્મક શ્રેણી (Numerical Series), પેર્ટન (Pattern Perception), છુપાયેલી આકૃતિ (Hidden Figure) વગેરેનો સમાવેશ થશે. –
  • SAT શૈક્ષણિક યોગ્યતા કસોટીના ૯૦ પ્રશ્નોમાં ધોરણ-૭ અને ધોરણ-૮ ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે.
  • ધોરણ-૭ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે.
  • ધોરણ-૮ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

NMMS પરીક્ષા કસોટી માળખુ

  • NMMS પરીક્ષા નુ માધ્ય્મ ગુજરાતી અને અંગ્રેજી બન્ને રહેશે. વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરે તે પ્રશ્ન પત્ર આપવામાં આવશે.
  • NMMS પરીક્ષા મા પ્રશ્નો બહુવિકલ્પ સ્વરુપ (MCQ) પ્રકારના હોય છે.
  • દરેક પ્રશ્ન નો ૧ ગુણ હોય છે.
  • NMMS પરીક્ષા મા ખોટા જવાબ માટે નેગેટીવ માર્કીંગ હોતુ નથી.
  • NMMS પરીક્ષા મા અંધ વિદ્યાર્થીઓને વધારાનો ૩૦ મીનીટનો સ્મય મળવાપાત્ર હોય છે.

NMMS પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની રીત

  • NMMS પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવા સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જવું. • “Apply online” ઉપર click કરવું.
  • “National means cum merit Scholarship Scheme”- (STD-8)”
  • Apply Now પર ક્લીક કરવાથી Application formate દેખાસે. Application formate મા માંગવામા આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. •
  • વિદ્યાર્થીની વિગતો -DISE Number ના આધારે ભરવાની રહેશે. • શાળાની વિગતો માટે શાળાનો DISE Number નાખવાનો રહેશે. (જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
  • હવે submit પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.
  • વેબસાઇટ પર SC, ST, તેમજ PH કેટેગરીના ઉમેદવારોએ ફોર્મમાં જે જગ્યાએ પ્રમાણપત્ર નંબર, તારીખ અને આવકનો દાખલો તેમજ પ્રમાણપત્રની કોપી અપલોડ કરવી ફરજિયાત છે.
  • હવે પેજના ઉપરના ભાગમાં upload photo- signature પર Click કરો, અહી તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો. અહી Photo અને Signature upload કરવાના છે.
  • Photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને signature JPG format માં (15 Kb) સાઇઝથી વધારે નહી તે રીતે computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો. હવે Choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાંJPG format માં તમારો Photo store થયેલ છે તે ફાઇલને Select કરો અને Open Button ને click કરો. હવે Browse Button ની બાજુમાં upload button પર Click કરો, હવે બાજુમાં તમારો Photo દેખાશે. હવે આજ રીતે signature પણ upload કરવાની રહેશે.
  • હવે Confirm Application પર Click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો, ત્યારબાદ Submit પર Click કરો. ત્યાર બાદ અરજી ફોર્મ કરવી.
  • Confirm પર Click કરવાથી અરજીનો online સ્વીકાર થશે. •
  • હવે Print Application & fee Challan પર Click કરવું. અહીં તમારો confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો, અહિંથી તમારી અરજીપત્રકની પ્રિન્ટ કાઢી લેવી.
  • ત્યારબાદ ઓનલાઇન ફી નુ પેમેન્ટ કરવાનુ રહેશે.

NMMS પરીક્ષા ફોર્મ ડોકયુમેન્ટ લીસ્ટ

NMMS પરીક્ષા ફોર્મ ના ઓનલાઇન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચે મુજબના આધારો, પ્રમાણપત્રો જોડવાના રહેશે,

  • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી)
  • આવકના દાખલાની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે)
  • ધોરણ-૭ ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો કે દાખલો
  • જાતિ અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. (સરકાર દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર
  • જોડવાનો રહેશે) (જો લાગુ પડતુ હોય તો)
  • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (જો લાગુ પડતુ હોય તો)

NMMS પરીક્ષા ફોર્મ અગત્યની લીંક

NMMS પરીક્ષા નોટીફીકેશન 2022અહિં ક્લીક કરો
NMMS પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાની લીંકઅહિં ક્લીક કરો


NMMS પરીક્ષા મટીરીયલ્સ ડાઉનલોડ

NMMS પરીક્ષા બુક pdf ડાઉનલોડ NMMS બુક 1અહિં ક્લીક કરો
NMMS પરીક્ષા બુક pdf ડાઉનલોડ NMMS બુક 1અહિં ક્લીક કરો
NMMS પરીક્ષા મોડેલ પેપર સેટ pdf બુક ડાઉનલોડઅહિં ક્લીક કરો

Post a Comment

0 Comments